અમદાવાદના કિલ્લાઓ અને દરવાજો

Abstract

અમદાવાદ એટલે જુલાઈ 2017ના રોજ વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સ્થાન પામેલ શહેર અમદાવાલ જેટલું ઐતિહાસિક છે એટલું જ આધુનિક પણ છે અમદાવાદની સ્થાપના પંદરમી સદીના આરંભથી એટલે કે 26 ફેબ્રુઆરી ઈ.સ.1411ના રોજ સુલતાન અહમદશાહે કરી હતી. અમદાવાદ તેના સ્થાપનાથી લઈને ઘણા સમય સુધી રાજધાનીનું શહેર રહ્યું હતું. તેના પર મુસ્લિમો, મુઘલો, મરાઠાઓ વગેરે એ ઘણા સમય સુધી શાસન કર્યું અને તે બધા શાસકોએ બંધાવેલા સ્થાપત્યો અને તેની વિશેષતાઓને કારણે આજે તે વર્લ્ડ હેરિટેઝ સાઈટમા સ્થાન પામ્યું છે. અમદાવાદમાં મુખ્યત્વે બે કિલ્લાઓ અને બાર દરવાજાઓ આવેલા છે. જેમાંના ઘણા હાલમાં હયાત અવસ્થામાં છે. જેમાં મુખ્યત્વે  ભદ્રનો કિલ્લો અને ગાયકવાડી હવેલીના કિલ્લાનો સમાવેશ થાય છે. અને અમદાવાદની ફરતે-ફરતે અલગ-અલગ વિસ્તાર પ્રમાણે અલગ-અલગ બાર દરવાજાઓની રચના કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ત્રણ દરવાજા, ખાનજહાંન દરવાજા, જમાલપુર દરવાજા, પ્રેમ દરવાજા, આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, સારંગપુર દરવાજા, કાલુપુર દરવાજા, ખાનપુર દરવાજા, પાંચકૂવા દરવાજાનો સમાવેશ થાય છે. આ બધા દરવાજાઓની કોતરણી અને કમાનો માટે વિખ્યાત છે. જેની વિસ્તૃત માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.

મુખ્ય શબ્દો : અમદાવાદનુ સ્થાપત્ય, કિલ્લાઓ,અમદાવાદના દરવાજાઓ

Mr. Gohel Parash H.

Ph.D. Research Scholar - Gujarat Vidhyapith, Ahmedabad
Email : malvia.rocky64@gmail.com

DOI

Downloads

Leave a Reply