ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય માં ગઢશીશાનો કિલ્લો

Abstract

“ભોમિયો વિના મારે ભમવા તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી.
જોવા તા કોતરો ને જોવી તી કંદરા, રોતા ઝરાણાની આંખ લ્હોવી હતી.?”

–     ઉમાશંકર જોશી

ઉપરોક્ત કાવ્ય પંક્તિ માં કવિ પ્રવાસી અને પ્રવાસ વિશે ઘણું કહી જાય છે. પ્રવાસના માનવ જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. આજના યંત્રવત જીવનમાં સતત કામની વ્યસ્તતા, ચિંતા, દોડધામ વગેરેને કારણે માનવ જીવન નિરસ બની ગયું છે. જીવન સતત તનાવ અને દબાણમાં જીવન પસાર કરી રહ્યો છે. સતત કામ ની પાછળ દોડ્યા કરે છે.

આવા યંત્રવત જીવનથી છુટકારો મેળવવા તે પ્રવાસનો આશરો લે છે. તે પછી ધાર્મિક, ભૌગોલિક, ઐતિહાસિક સંશોધનનો કે આનંદ મજા ના હેતુ થી પણ પ્રવાસ કરે છે. અને ચીલાચાલુ જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન પણ કરે છે. ક્યારેક તે કુદરતના ખોળે સાગર, નદી, સરોવર કે જંગલો ના પ્રવાસે જાય છે કે પછી સાહસિક આનંદ મેળવવા ડુંગર, પર્વતોના પ્રવાસનું આયોજન પણ કરે છે. તો ક્યારેક ધર્મ, આસ્થા ના કારણે તે ધાર્મિક પ્રવાસો નું પણ આયોજન કરે છે.

પ્રવાસની એકધાર અને દોડધામ ભર્યા જીવનચક્રમાં પરિવર્તન આવે છે અને તેને કામ કરવાની નવી ઉર્જા પણ મળે છે. તેનું મન પ્રફુલિત અને આનંદી બને છે.

કચ્છને કુદરતે મુક્ત હસ્તે બક્ષીસ આપી હોય તેમ સુંદર દરિયા કિનારો, અફાટ રણ પ્રદેશ, ડુંગરો, નદીઓ તથા વિશાલ ભૌગોલિક પ્રદેશ આવ્યો છે. કચ્છ એક આગવી વિશેષતા ધરાવતો પ્રદેશ છે. કુદરતે તેને કાચબા જેવો આકાર આપ્યો છે. જેના પરથી તેનું નામ “ભૃગુ કચ્છ” પડ્યું. માંડવીનો સુંદર દરિયા કિનારો, ધોરડોનું સફેદ રણ, ભુજનો ડુંગર જેવા કુદરતી ભેટના કારણે કચ્છ પ્રવાસન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. જેથી કહેવાયુ છે કે…..

“શિયાળે સોરઠ ભલો, ને ઉનાળે ગુજરાત,
ચોમાસે વગડ ભલોને, ને મારો કચ્છડો બારે માસ..”

મુખ્ય શબ્દો : પ્રવાસન વ્યાખ્યા, ગઢશીશા કિલ્લો, સ્થાપ્ત્ય

Chauhan Vipulkumar Bhikhabhai

Ph.D. Research Scholar - Gujarat Vidhyapith, Ahmedabad
Email : vipulchauhan41@gmail.com

DOI

Downloads

Leave a Reply