ગુજરાતના સ્વાતંત્ર સંગ્રામમાં ધોલેરા

Abstract

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ ખુબ લાંબો રહ્યો છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ઈ.સ.૧૮૫૭ના વિપ્લવથી ગણી શકાય છે. ગુજરાતમાં પણ ઘણા-બધાં નાના-મોટા આંદોલન થયા જેના દ્વારા ગુજરાતને વિશ્વમાં ખૂબ ખ્યાતિ અપાવી છે. જેમાં ખેડા સત્યાગ્રહ અસહકારનું આંદોલન, બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને ૧૯૩૦માં દાંડીકૂચ થયો.
૧૯૩૦માં થયેલ દાંડીકૂચ એ સમગ્ર ભારતમાં થયો હતો. જેમાં વિવિધ પ્રદેશો તેમજ નેતાઓનું ખૂબ યોગદાન રહ્યું હતું. ૧૯૩૦માં થયેલ દાંડીકૂચમાં મીઠાનાં કરનો વિરોધ કરવામાં આવ્યો. જેમાં તેના પર જે કર ઉઘરાવવામાં આવતો હતો તેનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો અને જેના વિરોધમાં આ સત્યાગ્રહ થયો. દાંડીકૂચ દરમિયાન માત્ર દાંડી મુકામે જ નહી પરંતુ જ્યાં-જ્યાં દરિયા કિનારો હતો ત્યાં મીઠાંના કાયદાનો ભંગ કરવામાં આવ્યો. દાંડીકૂચના પ્રાદેશિક એકમ તરીકેના મુખ્ય બે સત્યાગ્રહ થયાં. જેમાં (૧) ધોલેરા સત્યાગ્રહ અને (૨) ધરાસણા સત્યાગ્રહ.

Key Words:

સ્વાતંત્ર્ય સંગ્રામ, ધોલેરા, ધોલેરા સત્યાગ્રહ, ધરાસણા સત્યાગ્રહ

Gamara Manish Jadavbhai

Ph.D. Research Scholar; Gujarat University
Email : mjgamara111@gmail.com
Guide : Dr. Vijyaben Yadav

Downloads

DOI

Full Article

Covor Page

Notification & Index

Leave a Reply