Abstract
સુભાષચંદ્ર બોઝ જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે,તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ,અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિંદ ફોજની રચના કરી હતી.તેમના દ્ધારા આપવામાં આવેલ “જય હિંદ”નું સુત્ર ભારતનું રાષ્ટીય સુત્ર બની ગયું છે.૧૯૪૪માં અમેરિકી લુઇ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.
ભારતની આઝાદીની લડતમાં સૌથી મોટું યોગદાન આપનાર આપણાં સૌનાં બાહોશ નેતા સુભાષજીના જીવન વિષે જાણવું બહુજ જરૂરી છે. આ દેશ માટે કરેલા એમનાં કાર્યોને ભૂલી ના જવા જોઈએ એ હેતુથી જ આ સંશોધન લેખમાં સુભાષચંદ્ર બોઝના જીવનનો પરિચય, અને તેમણે દેશની આઝાદી માટે કરેલો કામોને રજૂ કરવાનો પ્રયાસ કરેલ છે.
મુખ્ય શબ્દો : સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિંદ ફોજ, જય હિંદ, તુમ મુજે ખૂન દો – મે તુમ્હે આઝાદી
Yogina P. Patel
Ph.D. Research Scholar in History
Hemchandracharya North Gujarat University, Patan
Email : yogina127@gmail.com