ગાંધીજીના ધાર્મિક જીવન પર શ્રીમદ્દ રાજચંદ્રનો પ્રભાવ

Abstract

ગાંધીજી ના ધાર્મિક જીવન પર શ્રીમદ્ રાજચંદ્ર નો સારો પ્રભાવ પડ્યો હતો. ગાંધીજીને સત્ય અને અહિંસાનું જ્ઞાન કરનાર શ્રીમદ્ રાજચંદ્ર હતા. શ્રીમદ રાજચંદ્ર એ ધંધાનો ધર્મ સાથે વ્યવહારમાં સમન્વય કર્યો તેની ગાંધીજી ઉપર ખાસ છાપ પડી. તેઓ ધર્મના સિદ્ધાંતો ના સતત અભ્યાસી હતા અને પોતાની માન્યતાઓ પ્રમાણે વર્તન કરવાનો પ્રયત્ન કરતા. તેઓ જૈનધર્મી હતા છતાં બીજા ધર્મો તરફ તેની સહિષ્ણુતા ઘણી જ હતી.

શ્રીમદ્ રાજચંદ્ર એ ધાર્મિક બાબતમાં ગાંધીજી નું હૃદય જીતી લીધું હતું અને હજુ સુધી કોઈ પણ માણસ એ ગાંધીજીના હૃદય પર તેનો પ્રભાવ પાડ્યો નથી. ગાંધીજીએ બીજે સ્થળે કહ્યું છે કે મારું આંતરિક જીવન ઘડવામાં કવિ સાથે રસ્કિન અને ટોલ્સ્ટોય નો ફાળો છે. પણ શ્રીમદ્ રાજચંદ્ર ની અસર મારા ઉપર વધુ ઊંડી છે. કારણ કે હું શ્રીમદ્ રાજચંદ્રના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો.

પ્રજાપત રાહુલકુમાર રમણભાઈ

ઉચ્ચ પ્રાથમિક શિક્ષક;
સંતશ્રી રામજીબાપા શારદા વિદ્યામંદિર, વડાલી
Email : rahulpraja8140@gmail.com

DOI

Downloads

Leave a Reply