Abstract
ભારતીય સંસ્કૃતિની વિવિધ પરંપરાઓ વર્ષોથી ચાલી આવી છે. તે સામાજિક, ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરાઓ આજે પણ ચાલે છે. તહેવાર, પર્વ, ઉત્સવ, મેળાઓ સમગ્ર ભારતભરમાં યોજાય છે. એવી જ ભારતીય સંસ્કૃતિની પરંપરા એટલે લોકમેળાઓ. લોકમેળાઓ એ ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. લોક સંસ્કૃતિમાં મેળાનું અગત્યનું સ્થાન રહ્યું છે. ભારતભરમાં વિવિધ પ્રકારના લોકમેળાઓ ભરાય છે. તેમાં મેળો એટલે હળવું – મળવું, પરંપરાગત રિવાજ મુજબ નક્કી કરેલા સ્થળે ભેગા થવું. ભારતીય લોક પરંપરામાં ભારતના ભાતીગળ લોકજીવનમાં મેળા માનવજીવનનું પ્રતિબિંબ ઝીલે છે. ગુજરાતમાં સમગ્ર વર્ષ દરમ્યાન અલગ અલગ વિસ્તારમાં અસંખ્ય મેળાઓ ભરાય છે. તેના દ્વારા સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ તેનું મહત્વ જોવા મળે છે. તેમાં ગુજરાતની સંસ્કૃતિની ઝલક દેખાય છે.મેળો ભારતીય સંસ્કૃતિના સામાજિક અને ધાર્મિક પરિવેશને જીવંત કરતુ ઉત્તમ માધ્યમ છે. મેળો એ માનવ સંસ્કૃતિના પ્રતિબિંબનું પ્રતિક છે. કોઈપણ સમાજ, સંસ્કૃતિ તેની આર્થિક વ્યવસ્થા, ચડતી-પડતીની સમગ્ર ગાથાનું સ્વરૂપ એટલે મેળો. આપણા રોજ બરોજના માળખામાંથી બહાર નીકળી આપણી સામાજિક પ્રવૃત્તિ, ધાર્મિક ભાવના, આર્થિક પરિસ્થિતિ અને વૈજ્ઞાનિક પ્રગતિ આ બધાના સમન્વયનું પ્રતિક આપણને મેળામાં જોવા મળે છે. આમ, આ સંશોધન પત્રમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાઓમાં લોક મેળાઓ ગુજરાતના સંદર્ભમાં વિષય પર પ્રસ્તુત શોધપત્રમાં ચર્ચા કરવામાં આવી છે.
Key Words: ભારતીય સંસ્કૃતિ, લોક મેળા, ભારતીય સંસ્કૃતિની પરંપરા
ડૉ.મોતીભાઈ એચ.દેવું
મદદનીશ પ્રાધ્યાપક
મ.દે.ગ્રામસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, સાદરા તા-જિ-ગાંધીનગર.
Email : motidevu@gmail.com