ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રવાદની જ્યોત અને ભક્તકવિશ્રી પૂજાલાલ દલવાડીનું પ્રદાન

ડો.ભાવેશકુમાર કે. પ્રજાપતિ; આસિ.પ્રો.-ઇતિહાસ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, જાદર

Abstract :

ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ઇ.સ.૧૮૫૭ના વિપ્લવથી શરૂ થયો અને ઇ.સ.૧૯૪૭માં દેશની સ્વતંત્રતા સાથે પૂરો થયો. જે આશરે ૯૦ વર્ષ સુધી આ સંગ્રામ ચાલ્યો. આ સંગ્રામમાં ગુજરાતના જુદાજુદા વિસ્તારના લોકો, નેતાઓ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને આબાલ સ્ત્રીઓએ રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી બલિદાન આપ્યું. આ સંગ્રામમાં સમાજના ઉચ્ચ વર્ગો સહિત સમાજના છેવાડાના વર્ગો જેવા કે આદિવાસી પ્રજા, દલિત અને શુદ્ર વર્ગો, કારીગર વર્ગો એમ તમામે પોતાનોફાળો રાષ્ટ્ર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપ્યો હતો. પરંતુ તેઓની નોંધ સરકારી દફતરે કે ઈતિહાસલેખનમાં ક્યાંક લેવાઈ છે અને ક્યાંક નથી પણ લેવાઈ. ભારતમાં  ઇ.સ.૧૯૨૦ના અસહકાર આંદોલન, ઇ.સ.૧૯૩૦ની સવિનય કાનૂનભંગની લડત અને દાંડીકૂચનો સત્યાગ્રહ કે પછી ઇ.સ.૧૯૪૨ની હિન્દ છોડો ચળવળમાં પણ ગુજરાતના કુંભાર(પ્રજાપતિ) સમાજે ફાળો આપ્યો હતો. જેમાં કોઈ મહત્વના સ્થાન પર રહી ફાળો આપ્યો હતો તો કોઈએ ગુપ્ત અને ભૂગર્ભની પ્રવૃત્તિઓ દ્વારા દેશની આઝાદીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપેલો. આ હરોળમાં ગણાવી શકાય એવા ગુજરાતના પ્રજાપતિ સમાજના સ્વાતંત્ર્ય સેનાની જે ભક્તકવિશ્રી પૂજાલાલ દલવાડી પણ હતા. જેમના જીવનકવન અને કાર્યો રજૂ કરવા જરૂરી થઈ પડે છે. પૂજાલાલ દલવાડીનું ભારતના યુવાનોમાં રાષ્ટ્રવાદની જ્યોત જગાવનાર એક સાહિત્યકાર સ્વાતંત્ર્ય સેનાની તરીકે મૂલ્યાંકન કરવાનું ઉપલક્ષ્ય છે. જેમાં સંદર્ભ સાહિત્ય તરીકે ગૌણ સાહિત્યનો ઉપયોગ કરેલો છે.

Keywords:  પૂજાલાલ દલવાડી, સ્વાતંત્ર્ય સંગ્રામ, રાષ્ટ્રવાદની જ્યોત

DOI

Vol. 04, Issue 04, October to December – 2022
ISSN (Online) : 2582 -046X, “Ansh – Journal Of History”
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com