સોલંકી – વાઘેલાકાલીન સ્ત્રીઓ દ્વારા વાવ સંસ્કૃતિનો વિકાસ (અડાલજ અને પાટણની રાણીની વાવના સંદર્ભમાં)

Abstract

ભારતના ઇતિહાસને વિશ્વ સ્તરે પ્રસિદ્ઘ કરવામાં વાવ સ્થાપત્ય સંસ્કૃતિ ૫ણ અગત્યનો ભાગ ભજવે છે. મોટા ભાગની વાવો લોકોની પાણીની સમસ્યા નિવારવા માટે બંધાયેલી હતી. ૫રંતુ આજે આ૫ણે જે બે વાવો વિશે ચર્ચા કરવાના છીએ તે બે વાવો ગુજરાતના સોલંકી અને વાઘેલા સમય દરમિયાન સ્ત્રીઓએ બંધાવેલી વાવો છે અને આ બે વાવોનો ઈતિહાસ જાજરમાન છે. અડાલજની વાવ રૂડાબાઈએ પોતાના ૫તિની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે બંધાવી હતી. અને એ માટે એમણે પોતાની જાત હોમીને આ વાવનું નિર્માણકામ મહમદ બેગડા જોડે પૂર્ણ કરાવ્યું હતું. જયાં ઐતિહાસિક નગરી પાટણમાં આવેલી રાણીની વાવ એ રાણી ઉદયમતિએ તેમના પતિ રાજા ભીમદેવ સોલંકીની યાદમાં બંધાવી હતી. સનાતન ધર્મને પ્રસ્થાપિત કરવામાં અને તેનો ફેલાવો કરવામાં આ બંને વાવોમાં આવેલ હિંદુ સંસ્કૃતિ પ્રમાણેની સ્થાપત્ય શૈલી અને હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી છે.

Kew Word : વાવ સંસ્કૃતિનો વિકાસ, અડાલજની વાવ, પાટણની રાણીની વાવ

VANIYA BHAVESHKUMAR KHEMCHANDBHAI

Ph.D. Research Scholar
HEMACHANDRACHARYA NORTH GUJARAT UNIVERSITY
Email : bhaveshvaniya99@gmail.com

DOI

Downloads

Leave a Reply