Abstract
ગુજરાતનો મુસ્લિમ અજમેરી સમાજ રાજસ્થાનના રાજપૂત કે અન્ય કોઈ હિન્દુ જાતિમાંથી મુસ્લિમ ધર્મ સ્વીકારી ગુજરાતમાં સ્થળાંતર થયેલ છે.ગુજરાતમાં સદીઓથી વસવાટ કરતો આ અજમેરી સમાજ ગુજરાતમાં આવીને ત્રણ ભાગમાં વહેંચાઈ ગયેલ છે.ભૌગોલિક દુરી અને સંપર્કમાં રહેવા માટેના ટાંચા સાધનોના કારણે ગુજરાતમાં રહ્યા પછી તેણે એકબીજા સાથેનો સંપર્ક ગુમાવ્યો, આથી પ્રદેશ પ્રમાણે ત્રણ નવા સમાજ ઊભા થયાં. જેમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના અજમેરી સમાજ, કાઠીયાવાડી અજમેરી સમાજ અને ખાનદેશી અજમેરી સમાજ મુખ્ય છે. મહારાષ્ટ્રમાં વસવાટ કરતો ખાનદેશી અજમેરી સમાજનો અન્ય મુસ્લિમ જાતિઓમાં વિલય થઈ ગયો હોવાથી તે સ્વતંત્ર રીતે આજે અસ્તિત્વ ધરાવતો નથી, આથી મધ્ય અને ઉત્તર ગુજરાતના અજમેરી સમાજ અને કાઠીયાવાડી અજમેરી સમાજ માં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યા પછી પણ આ સમાજમાં ભારતીય સંસ્કૃતિની ઝલક આજે પણ દેખાઈ આવે છે. ગુજરાતના અજમેરી સમાજમાં ભારતીય સંસ્કૃતિ કેટલા પ્રમાણમાં અને ક્યાં ક્યાં દેખાઇ આવે છે એ સંશોધનનો વિષય બનાવી જીવનના કયા કયા તબક્કે ગુજરાતના અજમેરી સમાજ ની ભારતીય સંસ્કૃતિમાં ભાગીદારી છે એ તપાસવા માટે આ વિષય પસંદ કરી સમાજના વિવિધ વિસ્તારમાં રહેતા લોકોની રૂબરૂ મુલાકાત લઇ તેમજ સમાજ પર થયેલ સંશોધનને તપાસીને સંશોધન લેખ તૈયાર કરવાનું નક્કી કરેલ છે.
આ સંશોધન લેખ માં મધ્ય અને ઉત્તર ગુજરાતના અજમેરી સમાજ અને કાઠીયાવાડી અજમેરી સમાજમાં રિવાજોમાં રહેલી સામ્યતા અને ભિન્નતા તપાસવામાં આવશે. આ સંશોધન લેખમાં આ સમાજમાં ગુજરાતના રિવાજો અને પરંપરાઓ કેટલા અંશે સ્વીકારી લેવામાં આવી છે, તેમજ રાજસ્થાનના રાજપુતોના રીવાજો, પરંપરાઓ, વિધિઓ આજે પણ કેટલા અંશે જળવાઈ રહી છે એ પણ તપાસવામાં આવશે
ડો. મહમ્મદ અહેસાન એ અજમેરી
મદદનીશ પ્રાધ્યાપક
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ-બાવળા
Email : drahesanajmeri@gmail.com