પારસી કોમ અને જહાજ બાંધકામ

Abstract

પ્રસ્તુત સંશોધન લેખનો મુખ્ય હેતુ પારસી કોમની આર્થિક બાબતને સમાજ સમક્ષ રજૂ કરવાનો છે. જેમાં ભારતના પશ્ચિમ કિનારે પારસીઓના આગમનથી લઇને ભારતના જુદા-જુદા દરિયાઇ વિસ્તારમાં વિભિન્ન કામ-ધંધા સાથે સંકળાયેલ પારસી કોમનુંનું વર્ણન કરવાનો છે. જેમાં ખાસ કરીને જહાજ બાંધકામને લગતા જુદા-જુદા ધંધા-વ્યવસાય સાથે પારસી કોમ ખાસ સંકળાયેલી હતી. જેમાં ભારતના પશ્ચિમ કિનારાના સુરત અને મુંબઇના જહાજવાડાઓમાં પારસી કોમ જહાજ બાંધકામ પ્રવૃત્તિ સાથે ગાઢ રીતે સંકળાયેલી હતી એ બાબતને રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે.
પારસી કોમની ધંધા-રોજગાર પ્રત્યેની વફાદારી સ્પષ્ટ જણાઈ આવે છે. જે તે જગ્યાએ ધંધાનો વિકાસ સમજીને પારસી કોમ નિવાસ પસંદ કરતી નજરે જોવા મળે છે. પારસીઓ પેઢી દર પીઢી પોતાના વ્યવસાયમાં પરંપરાગત ધંધા સાથે સંકળાયેલા જોવા મળે છે. ઉપરાંત નવો વ્યવસાય શરૂ કરવામાં પણ સંકોચ અનુભવતા ન હતા. જહાજ બાંધકામમાં સામાન્ય સસુથાર થી માંડીને જહાજના મુખ્ય વ્યક્તિ તરીકેની જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવતા હતા. તેમજ ધંધા વ્યવસાયના વિકાસ માટે નાણાનું જંગી રોકાણ પણ કરતા હતા. પારસીઓ સુરતના અને મુંબઈના જહાજવાડાના વિકાસ અગત્યની ભૂમિકા જોવા મળે છે.
પારસીકોમ ભારતના આગળ પડતાં અને મોટા ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલી જોવા મળે છે. પારસી કોમની વિવિધ વ્યવસાયને કારણે થયેલી આર્થિક પ્રગતિ વર્ણવવાનો પ્રયત્ન કરેલ છે. પારસી કોમની નાણાકીય સહાયથી બ્રિટિશરોએ પોતાની નૌકાશક્તિને તાકતવર બનાવી શક્યા હતા. જહાજબાંધકામ ઉદ્યોગને કારણે તેમજ દેશના સંપૂર્ણ પારસીકોમની ભૂમિકા સ્પષ્ટ જોઈ શકાય છે.

Key Words:

જહાજવાડો, પારસી કોમ, કારીગર, લવજી નસરવાનજી, વહાણ,

રેણુકાબેન અંબાલાલ પટેલીયા

Ph.D. વિદ્યાર્થી; શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા

DOI

Downloads

Leave a Reply