ભારતની પરંપરાગ કલાશિક્ષણના કેન્દ્ર તરીકે એન.આઈ.ડી.,અમદાવાદ

Abstract

કલાઓ વિશે વિચારીએ ત્યારે આપણી નજર સામે કેટલીક લલીત કલાઓ અને ખાસ કરીને ગીત–સંગીત એટલે કે ગાયન–વાદન, સ્થાપત્ય–બાંધકામ અને કોતરણી, શિલ્પ–મૂર્તિવિધાન અને પથ્થરમાં કોતરણી, ચિત્રકામ યાદ આવે છે. પરંતુ પ્રાચીનકાળમાં ચૌદ વિદ્યાઓ અને ચોસઠ કલાઓ જાણીતી હતી. ચૌદ વિદ્યાઓમાં ચાર વેદ છે. વેદાંગ અને ચાર ઉપવેદનો સમાવેશ થતો હતો. પ્રાચીન સમયનાં ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. આમ, ભારતમાં કલાનો પરિચય લોકોને પ્રાચીન સમયથી હતો.
સ્વતંત્રતા મળ્યા બાદ ભારત સરકારે દેશના ઔદ્યોગિક વિકાસ અને આધુનિકરણ માટે સુધારા લાવવા ઈચ્છતી હતી અને તે માટે કલાને લગતું શિક્ષણ લોકો સુધી પહોંચે તેવી સંસ્થાની સ્થાપના કરવા માટે ડો. વિક્રમ સારાભાઈએ પ્રયત્નો કર્યા હતા.
ડો. વિક્રમ સારાભાઈના પ્રયાસોથી કેન્દ્ર સરકાર ધ્વારા નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ડીઝાઈન (એન.આઈ.ડી.)ની સ્થાપના ઈ.સ. ૧૯૬૧ માં અમદાવાદમાં પાલડી ખાતે સ્થાપવામાં આવી. ગૈાતમ સારાભાઈના અધ્યક્ષપદે સંસ્થાની શરૂઆત કરવામાં આવી. આ સંસ્થામાં ઐાદ્યોગિક ડિઝાઈન અને સંચારના ક્ષેત્રોમાં શિક્ષણ સંશોધન તાલીમ અને સેવા પૂરી પાડતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે. ઐાદ્યોગિક ડીઝાઈનમાં તે પ્રોડકટ ડિઝાઈન, ફર્નિચર ડિઝાઈન અને સિરામીક ડિઝાઈન જેવા વિષયોમાં; સંચાર ડિઝાઈનના ક્ષેત્રે એમિનેશન ફિલ્મ ડિઝાઈન, ગ્રાફિકસ ડિઝાઈન તથા વિડિયો પ્રોગ્રામ જેવા વિષયોમાં તેમજ ટેક્ષટાઈલ અને એપરલ ડિઝાઈનમાં પણ શૈક્ષણિક સવલતો પૂરી પાડે છે.
એન.આઈ.ડી. એ પહેલી એવી ડિઝાઈન સ્કૂલ છે. જેને ભારતીય સંસદનાં અધિનિયમ મુજબ ઈ.સ. ર૦૧૪ માં ” રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવામાં આવી છે. ” આજે આ સંસ્થામાં પાયાના શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે.

Key Words:

પરંપરાગ કલાશિક્ષણ, એન.આઈ.ડી. -અમદાવાદ, ડો. વિક્રમ સારાભાઈ, શિલ્પ–મૂર્તિવિધાન

વાઘ વિમળા ગણપતભાઈ

Ph.D. Research Scholar; ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ Mail : vaghvimla@gmail.com માર્ગદર્શકશ્રી : ડૉ. વિજયાબેન યાદવ

Downloads

DOI

Full Article

Covor Page

Notification & Index

Leave a Reply