દસાડા(પાટડી) તાલુકાના ધાર્મિક સ્થળો – એક અધ્યયન

Abstract

માનવ સંસ્કૃતિ ના વિકાસ અને ધાર્મિક-સામાજિક ચેતના વિકાસ ને ઉજાગર કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. ઈતિહાસમાં દ્રષ્ટિ કરતાં એક વાત તો બહુ સ્પષ્ટ થાય છે કે પ્રાચીન સમયથી વર્તમાનકાળ દરમ્યાન માનવીને ધર્મ વિના ચાલ્યું નથી. કેમ કે વ્યક્તિગત જીવનમાં ધર્મ માનવી મતે સંસ્કાર-પ્રેરણા સ્ત્રોત છે. માનવીના જીવનમાં દુ:ખો અને હતાશાઓની સ્થિતિમાં ધર્મોપદેશ માનવીના મનમાં શાંતિ આપે છે. અને ધર્મોના નીતિપૂર્ણ ઉપદેશો તથા આદર્શ ધર્માત્માઓના ઉદાહરણો-ચરિત્રો મનુષ્યને સદાચરલક્ષી જીવન ઘડતરમાં માર્ગદર્શન પ્રદાન કરે છે. માનવીને ધર્મ અને ધર્માત્માએ આપેલા બલિદાન, કાર્યો અને ઉપદેશોનો સાચો મર્મ જે તે ધાર્મિક સ્થળોએ જ મળે છે. અને આ ધાર્મિક સ્થળોએ પહોચતા જ માનવીને આંતરિક શાંતિ મળે છે. અને સાથે-સાથે સત્કાર્યો અને પરોપકારી કાર્યો કરવાની પ્રેરણા ધાર્મિક સ્થળોથી જ પ્રાપ્ત થાય છે.
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દેવી-દેવતા, પીર-પયગંબરો, જૈન-મુનિઓ, સંતો-ભક્તો, વીરગતિને પામેલા વીર નર-નારીઓ અને લોક દેવી-દેવતા ના અનેક ધાર્મિક સ્થળો અહીં આવેલા છે. ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્ર સંતો અને વીરોની ભૂમિ ગણાય છે. વીરગતિ પામેલ વીરોના પાળિયાની પુજા અર્ચના કરવીએ આપણી સંસ્કૃતિ અને સ્વભાવ છે. અહીંની લોકો ભક્તિપ્રિય અને ધાર્મિક છે. “સૌરાષ્ટ્ર ના પ્રવેશદ્વાર” તરીકે ઓળખતા સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક યાત્રાધામો, શ્રધ્ધાસ્થળો અને ધાર્મિક સ્થળો આવેલા છે. જેમાં મંદિરો, મસ્જિદ, દરગાહ, જિનાલયો, વીરોના પાળિયા અને આશ્રમોનો સમાવેશ થાય છે.
મારા પ્રસ્તુત સંશોધન લેખમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા(પાટડી) તાલુકામાં આવેલા વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળોનું ભૌગોલિક સ્થાન, ઇતિહાસ-મહિમા અને તેના સ્થાપત્ય વિશેનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે. દસાડા (પાટડી) તાલુકામાં આવેલા ૯૦ ગામોમાં વિવિધ ધર્મના લોકો વસે છે. જેમાં સૌથી વધુ હિન્દુ, મુસ્લિમ અને જૈન ધર્મના લોકોની વસ્તી વધુ છે. તેથી આ તાલુકાના ધાર્મિક સ્થળોમાં હિન્દુ, મુસ્લિમ અને જૈન ધર્મના ધર્મ-સ્થળો વિશેષ છે. આ ધાર્મિક સ્થળો તેની પ્રાચીનતા, ધર્મ-સહિષ્ણુતા અને સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ વિશેષ મહત્વના છે.

Key Words:

લોક દેવીદેવતા, પાળિયા, પીર, દરગાહ, જિનાલય

ચાવડા ચેતન રત્તાભાઇ

(M.A., GSET, NET)
Ph.D. Pursuing – H.N.G.U. Patan

DOI

Downloads

Leave a Reply