Abstract
ગુજરાતમાં આવેલું વડનગરનું સ્થાન એ તેના સ્થાપત્ય અને શિલ્પ સમૃદ્ધિને લીધે ગુજરાતની ઐતીહાસીકતામાં વધારો કરાવે છે. વડનગર એ પ્રાચીનકાળથી લઈને વર્તમાન સુધી તેની ભવ્યતા અને સૌદર્યતાના લીધે જગવિખ્યાત થયેલું જોવા મળે છે. તેની શિલ્પ સમૃદ્ધિ વિશે જોઈએ તો છેક મૈત્રક અને અનુમૈત્રક કાળ, ક્ષેત્રપ અને ગુપ્તકાળ તથા મધ્યકાળ અને મધ્યાંતર કાળના શિલ્પો આપણને વડનગરમાં જોવા મળે છે. આ શિલ્પ સમૃદ્ધિને લીધે તેની એક ઐતિહાસિક નગરી તરીકે ગણના થાય છે. આ શિલ્પોની વિસ્તૃત માહિતી આ સંશોધન લેખ દ્વારા રજુ કરવાનો પ્રયાસ કરેલો છે.
Key Words:
વડનગર, ઐતિહાસિક નગરી, શિલ્પ અને સમૃદ્ધિ
ચાવડા વૈશાલીબેન રાજેશકુમાર
પીએચ.ડી સ્કોલર, ગૂજરાત વિદ્યાપીઠ,અમદાવાદ
Email : vrchavda93@gmali.com