ભારતમાં યુરોપિયન કંપનીઓનું આગમન

Abstract

પ્રાચીનકાળથી જ યુરોપ સાથે ભારતના વેપારી સંબંધોમાં મસાલાનો વ્યાપાર વિશેષ લાભકારી હતો, પરંતુ ૧૪૫૩ પછી તુર્કોએ એશિયા માઈનરથી વ્યાપાર પર પ્રતિબંધ મૂક્યો હતો. આથી મસાલા માટે અન્ય માર્ગ શોધવો આવશ્યક બની ગયું. હિંદમાં ઘણી ગોરી પ્રજાઓ આગમનમાં સૌપ્રથમ સ્પેન, પોર્ટુગલ, હોલેન્ડ, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ- દેશની પ્રજાઓએ દરિયાઈ માર્ગે ભારત સુધી પહોંચવા પ્રયાસો કર્યા, જે સોએક વર્ષથી વધુ ચાલ્યાં. આ માટે જે-તે પ્રદેશનાં વેપારીઓએ ઘણી વેપારી કંપનીઓ ઊભી કરી. કંપનીઓ મારફત ભારત સાથે વેપારી સંબંધો સ્થાપવા જે-તે પ્રદેશની સરકારનો આર્થિક સહયોગ મેળવ્યો અને ભારત પહોંચવા નીકળી પડી. ‘ભારતનો નવો જળમાર્ગ’ શોધવાનો પહેલો પ્રયાસ ઈટાલીના સુપ્રસિદ્ધ નાવિક ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનની મદદથી કર્યો, પણ નિષ્ફળ ગયો. આ પછી તો ઘણી યુરોપિયન સાહસી પ્રજાઓએ પોતાની વેપારી કંપનીઓ સ્થાપી અને સરકારના સહયોગથી પોતાનો વેપાર ખીલવવા ભારત સુધી પહોંચવાં નીકળી પડી.

Key Words:

પોર્ટુગીઝ, ડચ, ઇંગ્લિશ, ફ્રેંચ, ડેનિશ, જર્મન, સ્વીડીશ

કમલેશ રામજીભાઇ કિહલા

Ph.D. Research Scholar; ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ

DOI

Downloads

Leave a Reply