ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની દંડાબેન ચૌધરી

Abstract

“ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની દંડાબેન ચૌધરી” ભારતીય આઝાદીની ચળવળો દરમિયાન સ્ત્રીઓમાં જાગૃતિ આવી જેના પરિણામે આઝાદીની લડતમાં સ્ત્રીઓનો મહત્વનો ફાળો રહ્યો છે. ગાંધીજીના નેતૃત્વહેઠળ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા અજોડ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલાયો જેમાં, દેશના અનેક કાર્યકરોએ ઝંપલાવ્યુ. જેમાં દંડાબેન ચૌધરીનો ફાળો ઘણો મહત્તવનો છે. તેમને આઝાદીની લડતમાં સક્રીય ભાગ લીધો હતો. ખાદી, અસ્પૃશ્યતા, દારૂબંધી વગેરે રચનાત્મક પ્રવૃત્તિઓ કરી. પ્રજામાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ઇ.સ. 1933માં પરદેશી કાપડની દુકાનો પર પિકેટિંગ કરતી ટૂકડીના તેઓ આગેવાન હતા. ઇ.સ. 1937ના હરિપુરા અધિવેશનની પૂર્વતૈયારીમાં પણ તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. ઇ.સ. 1942ના હિંદ છોડો આંદોલન વખતે વેડછી આશ્રમની જપ્તી વખતે અને લોકોમાં જાગૃતિ લાવવાનું વિશેષ કાર્ય કર્યુ હતું. પ્રજામાં જાગૃતિ લાવી સમાજમાં રહેલા દૂષણો દૂર કરવાનો તેમને પ્રયાસ કર્યો હતો.

આમ, આઝાદીની લડત અને સમાજ સુધારણા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટેના જે પ્રયાસો દંડાબેન ચૌધરીએ કર્યા હતા. તેની વિશે મારા આ સંશોધન પેપરમાં માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Key Words:

રચનાત્મક પ્રવૃતિ, પિકેટિંગ પ્રવૃતિ, અધિવેશનો, આઝાદીની ચળવળો, સમાજ સુધારણા,લોકજાગૃતિ

ડો. ભૂમિકા બી. વસાવા

અનુસ્નાતક ઇતિહાસ વિભાગ;
સરદાર પટેલ યુનિવર્સિટિ, વલ્લભ વિદ્યાનગર
Email ID : bhumibhumi6311@gmail.com

Downloads

DOI

Full Article

Covor Page

Notification & Index

Leave a Reply