Abstract
આ સંશોધન લેખમાં આદિવાસીના બે જાતિના સમૂહોની માહિતી આપવામાં આવી છે, ભીલ અને ગરાસિયા .આ સંશોધન લેખમાં ભીલ અને ગરાસિયા જેઓ આબુ અને ચંદ્રાવતીના ક્ષેત્રમાં વસવાટ કરી રહ્યા છે. તેમની ઉત્પતિ, સ્વભાવ, આજીવિકા, પહેરવેશ, શરીરનો બાંધો, આભૂષણો, ખાનપાન,વ્યવસાય વિશે માહિતી આપવામાં આવેલ છે. ભીલ અને ગરાસિયા જાતિની ઉત્પત્તિમાં ગણા મતો જોવા મળે છે, અને તે મતો આમાં રજૂ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત તેમનો મહેનતુ, ઈમાનદાર, ભોળા વગેરે સ્વભાવ અને તેમના શરીરનો બાંધો કેવો હોય તેની માહિતી આપવામાં આવી છે. આદિવાસીઓની આ બંને જાતિઓના શરીરનો બાંધો થોડો ઘણો સમાન છે. તેઓ દુબળા જોવા મળે છે. તેઓમાં હોળીનો તહેવાર ખૂબ પ્રિય છે, અને બધા સાથે મળીને ઉત્સાહભેર તહેવારો ઉજવતા જોવા મળે છે. તે ઉપરાંત આ બંને જાતિઓના લોકોના પહેરવેશમાં થોડું અંતર જોવા મળે છે. ભીલ લોકોનો પહેરવેશ ગરાસિયા જાતિના લોકો કરતા થોડો સાદો જોવા મળે છે. આભૂષણોમાં બન્ને જાતિઓ ખૂબ શોખીન છે. ખાનપાનમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું ભોજન લેતા જોવા મળે છે. આ જાતિના લોકોમાં પીણામાં દારૂનું પ્રમાણ વધુ જોવા મળે છે. વ્યવસાયમાં અને આજીવિકાની વાતમાં આ જાતિના લોકો ખૂબ પછાત છે. મોટાભાગે મજૂરી કરી અને પોતાની આજીવિકા મેળવે છે. આ સંશોધન પેપરમાં રૂબરૂ મુલાકાતો અને સંદર્ભેગ્રંથોનો ઉપયોગ કરી માહિતી આપવામાં આવી છે.
Key Words: | ભીલ અને ગરાસિયા આદિવાસી, ચંદ્રાવતી-આબુ, પહેરવેશ અને આભૂષણ, જાતિની ઉત્પત્તિ |
Patel Sejalben Ramanikbhai
(M.A., M.Phil. - Gold Medalist) Ph.D. Pursuing – H.N.G.Uni., Patan