ફૂલછાબનું પત્રકારત્વ સૌરાષ્ટ્રની લડતોમાં

Abstract

ફૂલછાબ દૈનિક એ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોતાના પત્રકારત્વન કાર્યનાં લીધે આઝાદી પૂર્વે અંગ્રેજો અને શાસકોની ક્રૂર નીતિ અને વ્યવસ્થાને લોકો સમક્ષ રજુ કર્યા હતા. જેના લીધે નેતાઓ અને જનસમૂહમાં આઝાદીની લડત માટે જાગૃતિ આવી અને આઝાદીની લડતમાં પરિવર્તન આવ્યું. મારા સંશોધન પત્રમાં ફૂલછાબ દૈનિકએ સૌરાષ્ટ્રની લડતોમાં ભાગ લીધો હતો અને આ લડતોમાં જુસ્સો વધાર્યો હતો તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં ફૂલછાબ એક સાપ્તાહિક તરીકે પ્રસિદ્ધ થતું અને ત્યારબાદ દૈનિક તરીકે અત્યાર સુધી નિરંતર ચાલે છે. આ સંશોધન પત્રમાં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં ફૂલછાબે જે વિશેષ રૂપમાં ભાગ ભજવ્યો હતો તેના વિશે વિસ્તૃત ચર્ચા કરેલી છે. ત્યારબાદ રાજકોટની લડતમાં ફૂલછાબની વિશેષ ભાગીદારીથી લોકોનાં જુસ્સામાં જે વધારો થયો તેની માહિતી દર્શાવેલ છે. પછી બોટાદ જે ધરતીકંપ આવ્યો હતો તેની માહિતી ફૂલછાબમાં પ્રસિદ્ધ થવાથી સૌરાષ્ટ્રનાં અનેક રાજ્યો અને ગુજરાતમાં લોકોને તેના વિશે ખબર પડી અને તેના લીધે સરકાર મદદ માટે આગળ આવી. અંતમાં વલભીપુરની લડતમાં પણ ફૂલછાબનાં યોગદાનથી ઘણો ખરો ફાયદો થયો છે. આમ, ફૂલછાબએ આઝાદીની લડતોમાં આવી નાની-નાની લડતોનાં યોગદાનમાં વધારો કરીને લોકો સામાજિક, આર્થિક અને સંસ્કૃતિક રીતે માહિતી પૂરી પાડી હતી જે આજે પણ નિરંતર ચાલુ જ છે. ફૂલછાબ દૈનિકનાં કાર્યોનાં લીધે આજે પણ તે સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ થયેલું છે.

Key Words:

ફૂલછાબ દૈનિક, પત્રકારત્વ, ફૂલછાબ એક સાપ્તાહિક, પત્રકારત્વમાં ફૂલછાબનું યોગદાન

જતીન મોરે

Ph.D. Research Scholar, ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ

DOI

Downloads

Leave a Reply