જામ રણજીતસિંહનાં સમયમાં જામનગરમાં શિક્ષણ ક્ષેત્રે થયેલ વિકાસ

Abstract

સૌરાષ્ટ્રના ત્રણ મોટા રાજ્યમાં જૂનાગઢ અને ભાવનગર પછી ત્રીજા ક્રમે નવાનગરનુ રાજ્ય હતું. જામનગર રાજ્યના રાજવી રણજીતસિંહ જામનગરની ગાદી એ આવ્યા બાદ વિવિધ ક્ષેત્રે સુધારાઓ કરી જામનગરનો આધુનિકીકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના શાસનકાળ દરમિયાન તેમણે શિક્ષણના વિકાસ તરફ ધ્યાન આપ્યું હતુ. જામ રણજીતસિંહનો ઉછેર અંગ્રેજો વચ્ચે થયો તેથી અંગ્રેજ કેળવણી અને અંગ્રેજ સંસ્કાર પ્રાપ્ત કર્યા. જામનગર એક સમયમાં સંસ્કૃત અભ્યાસ માટે છોટી કાશી તરીકે પ્રસિદ્ધ હતું. સંસ્કૃત અભ્યાસ માટે વિદ્યાર્થીઓ જામનગર આવતા. જામ રણજીતસિંહજી એ તેમના શાસનકાળ દરમિયાન પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મફત કર્યું હતું.જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્તરોત્તર વધારો થયેલો જોવા મળે છે. આઝાદી મળી ત્યાં સુધી જામનગરમાં એક પણ ઉચ્ચ શિક્ષણ માટેની કોલેજ ખોલવામાં આવી ન હતી. પરંતુ તેમને રાજ્ય તરફથી સ્કોલરશીપ પૂરી પાડવામાં આવતી હતી. તેથી ત્યાંનાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જુનાગઢ તેમજ ભાવનગરની કૉલેજમાં શિક્ષણ લેવા જવું પડતું હતું.
આમાં જામ રણજીતસિંહજીએ પોતાના શાસનકાળ દરમિયાન શિક્ષણમાં ઉત્કૃષ્ટ રસ દાખવી શિક્ષણનો ફેલાવો કર્યો હતો જેથી વિદ્યાર્થીઓની સંખ્યા અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઉત્તરોત્તર વધારો થયો હતો.

Key Words:

જામ રણજીતસિંહ, શિક્ષણ ક્ષેત્રે થયેલ વિકાસ, જામ રણજીતસિંહના મહત્વના કાર્યો

જીગ્નેશ પી. કટારા

Ph.D. Research Scholar, ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ

DOI

Downloads

Leave a Reply