ઉત્તર ગુજરાતના રણવિસ્તારનો જળવારસો : બંધારણ અને વ્યવસ્થાપન

Abstract

જળ એ માનવજીવનની પાયાની જરૂરિયાત છે. આજના સમયમાં જળ એ વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. જળ ના વિવિધ સ્વરૂપો માં મહત્વનું સ્વરૂપ વૃષ્ટિ જળ છે. જે વરસાદ, હિમ,નદી જેવા સ્વરૂપે મળે છે. તેમજ ભૂગર્ભ જળ અને પરંપરાગત જળ સ્રોતો કૂવા,તળાવ,વાવ,વીરડા, વગરે છે. તેને શોધી તેનો ઇતિહાસ,બંધારણ, કલા,શિલ્પ,સ્થાપત્ય,સંસ્કૃતિ,ને ઉજાગર કરવી. તેની ઉપયોગિતા,મહત્વ સમજવું. અને તેની જાળવણી તેમજ પુન:પ્રાપ્ય બનાવવા માનવ સમાજ માટે અતિ મહત્વનું છે. ઉતર ગુજરાત એ સૌથી વધુ વંચિત રહેતો પ્રદેશ છે.જળ માનવજીવનમાં પણ વણાયેલું છે. ગુજરાતમાં ભરાતા માનવ મેળાઓ પણ જળ સ્રોતોની નજીક ભરાય છે. તેમજ આપણાસાહિત્યમાં,ગીતોમાં પણ જળ જોડાયેલું છે. જળસ્રોતો ની મારા સંશોધનક્ષેત્રમાં મે કરેલી રૂબરૂ મુલાકાતોથી જાણવા મળ્યું કે આપણા પરંપરાગત જળ વારસાને સાચવી લોકો એનું મહત્વ સમજે અને આવનારી પેઢી ભવ્ય વારસાને ઓળખે જાણે એ ઉદેશ્ય રહેલો છે.

Key Words:

જળવારસો, તળાવ, કુવાઓ, વીરડો,વાવ

પટેલ ભેમજીભાઈ રગનાથભાઈ

પી.એચ.ડી.રિસર્ચ સ્કૉલર- ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદ

DOI

Downloads

Leave a Reply