ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં ચારણી સાહીત્યનું પ્રદાન

Abstract

ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક સંસ્કૃતિથી અલગ પડતી સંસ્કૃતિ છે. તેમને પોતાની ધરોહર છે. ભારતદેશમાં વિવિધતામાં એકતા સમાયેલી છે. સંસ્કૃતિ સાબર દેશમાં વિવિધ જ્ઞાતિ, ધર્મ, સમુદાય, પ્રદેશ પ્રમાણે જોવા મળે છે તે પ્રમાણે ચારણી સાહિત્ય નું કૈક ઉમદા પ્રદાન જોવા મળે છે. વિવિધ ચારણી સાહિત્યકારો નો મહત્વનો ફાળો રહ્યો છે. રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ, પિંગળશા વગેરે કવિઓના પ્રદાન રહ્યા છે. તેમની રચનાઓમાં સંસ્કૃતિનું તાત્વિક પ્રદાન જોવા મળતું હોય તેમ તાદર્શ જણાઈ આવે છે. સૌરાષ્ટ્રની રસધારમાં મેઘાણીએ સંસ્કૃતિની વિસ્તુત ચર્ચા કરી છે કાગવાણીમાં પદ્મભૂષણ મેળવનાર કાગ બાપુએ પણ સારી મહત્વની સંસ્કૃતિ આલેખી છે. પ્રાચીન ભારતમાં જે પણ ભારત હતું તે અને આજનું ભારત તેમની કૃતિઓમાં નીરઆંખે દેખાય છે. રહેઠાણ, ખોરાક, પોષક, રિત, રિવાજો, લોકગીતોની પણ છણાવટ કરી છે ભૂતકાળમાં ચારણી સાહિત્ય પર સંશોધનો બહુ અલ્પ સંખ્યામાં થયેલા હતા આમ છતાં ચારણી સાહિત્યનુ હસ્ત પરત થયેલું હોવાથી તેમને ઐતિહાસિક અને પરંપરાના દ્રષ્ટિકોણથી તેમનું ખેડાણ કરી શકાય તેમ છે ચારણજાતીની ઉત્પતિ વિષે અને તેમના આધાર પુરાવાઓ વિષે પણ પુરાણોમાં ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે. ઇતિહાસમાં કહેવામાં આવતું કે ચારણોએ જયારે રજવાડાઓ અસ્તિવમાં હતા, ત્યારે રાજા પછીનું બીજું સ્થાન આપવામાં આવતું હતું અને સર્વેને સાચું કહેવામાં સહેજ પણ સંકોચ કરતા ન હતા. તેના પરથી આપને સ્પષ્ટ કહી શકીએ કે જે ચારણી સાહિત્યમાં સાંસ્કૃતિક વાત કહેવામાં આવીછે તે બિલકુલ સત્ય છે. જેમાં નારીનું સ્થાન અને ગ્રમુન સમુદાયમાં ભાઈચારાની વાતોની પણ ચર્ચા કરવામાં આવી છે. ચારણી સાહિત્ય એ ભારતીય સંસ્કૃતિનું અમુલ્ય સાહિત્ય છે.

કી વર્ડ : – ચારણીસાહિત્ય, ભારતીય સંસ્કૃતિ, રિત-રિવાજ

DHRUVKUMAR JAYANTKUMAR BRAHMBHATT

Ph.D. Research Scholar
HEMACHANDRACHARYA NORTH GUJARAT UNIVERSITY
Email : d.patan09@gmail.com

DOI

Downloads

Leave a Reply