Abstract
ઉપરોક્ત લેખ પરથી જાણીશું કે વિનોબાજીની ખેતી વિષયક વિચારધારા કેટલી ગહન હતી. આપણે પહેલેથી જ કહેતા આવ્યા છે કે, ‘હિન્દુસ્તાન ખેતીપ્રધાન દેશ છે’ ત્યારે વિનોબા તે સમયગાળા દરમિયાન કહેતા કે “હિન્દુસ્તાન ખેતીપ્રધાન દેશ છે એનો અર્થ એ નથી કે અહીં ખેતી ખૂબ જ થાય છે, પરંતુ હિન્દુસ્તાન પાસે આજે ખેતી સિવાય કોઈ ઉદ્યોગ ધંધો રહ્યો નથી. ખેતીપ્રધાન દેશ તેને જ કહેવાય જે દેશની જમીન ઓછી હોય અને ફક્ત ખેતી પર નિર્ભર રહેતો હોય. જો હિન્દુસ્તાન ખેતી પર નિર્ભર રહેતું હોય તો ભૂખમરા જેવી સમસ્યાઓ પેદા જ ન થઇ શકે.” બાપુ પણ કહેતા કે “વ્યક્તિએ કૂંડામાં પણ ફુલછોડની જગ્યાએ અનાજ ઉ ઊગાડવું જોઈએ.” વિનોબાએ ખેતીવિષયક મહત્વની સુજબુજ આપી જુના લેખો દ્વારા છેવાડાના ગામ સુધી પોતાના મહત્વકાંક્ષી વિચારો પહોંચાડ્યા.
માટે આજના આ ખેતી વિષયક સમસ્યાઓ ધ્યાનમાં લઇ આજનો ખેડૂત ખેતી કેમ કરવી, ઉપજ કેમ થાય, કુદરતી ખેતી પર કેવી રીતના જીવી શકાય વગેરે જેવા પ્રશ્નો પર ગંભીરતા લાવે તેમજ શુદ્ધ ખેતીથી ધરતીમાતાનું રક્ષણ કરી શકે તેવી વિચારધારા ધરાવતા થાય તે અગત્યનું છે.
આમ આ લેખમાં વિનોબાની ખેતી વિષયક વિચારધારા કેટલી ઊંડી ઊતરી હતી તેમણે તે સમયના ખેડૂતોને કેટલું પ્રોત્સાહન પૂરું પાડ્યું સામાન્ય વ્યક્તિને પણ સમજાય તેવી તેમની કલમ દ્વારા સરળ ભાષામાં વ્યક્તિઓને સમસ્યાનું હાર્દ સમજાવવાનો પ્રયત્ન કર્યો. આજે પણ તેમના વિચારોએ આપણને વિચારતા કરી નાખ્યા છે માટે શુદ્ધ ખેતીનું મહત્વ કેટલું છે તે આપણે જાણવું આવશ્યક છે.
Key Words: | હરિજનબંધુ સાપ્તાહિક, વિનોબાજી, ખેતી વિષયક વિચારધારા |
ક્રિષ્ના એમ. ભગત
પીએચ.ડી વિદ્યાર્થીની, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ