Abstract
પ્રસ્તુત સંશોધન લેખમાં આદિવાસી સમાજની સાંસ્કૃતિક બાબતના અનુસંધાનમાં ગેરના મેળાનું મહાત્મ્ય રજુ કરવામાં આવેલ છે. ગેરના મેળાનું સામાજિક અને ધાર્મિક મહત્વ સમજાવવામાં આવ્યું છે. મેળામાં આદિવાસી સમાજની વસ્તી એક જ પ્રકારના વસ્ત્રો પરિધાન કરી ચોક્કસ તાલે (ઢોલ-નગારાના) નાચગાન કરતા જોવા મળે છે. ધાર્મિક માન્યતામાં હોળી દહન બાદ અંગારા ઉપર ચાલતા પણ જોવા મળે છે.
આદિવાસી સમાજનો હોળી એક મુખ્ય તહેવાર છે. જેમાં ધંધા-રોજગાર અર્થે ગુજરાતના કોઇ પણ ખૂણામાં ગયેલો આદિવાસી સમાજનો વ્યક્તિ હોળી સમયે અચૂક પોતાના ગામમાં નજરે જોવા મળે છે. ધંધા-વ્યવસાય, મજૂરી માંથી નવરા થઈને હોળી પછી થતા મેળાઓમાં ખૂબ જ મનોરંજન કરતા જોવા મળે છે. જે તેમની એક આગવી સંસ્કૃતિ જાળવી રાખવાનો ઉમદા પ્રયત્ન પણ કહી શકાય. ઢોલ, નગારા અને પીહો જેવા વાજિંત્રોના તાલે મેળાઓમાં નાચતા આદિવાસી સમાજે પોતાની સંસ્કૃતિને પોતાના ગીતોમાં વણી લીધેલી જોવા મળે છે. પરંપરાગત ગીતો-ગરબીઓ સાથે સ્ત્રી-પુરુષો હાથમાં હાથ મિલાવીને નાચતા- ગાતા જોવા મળે છે. સર્વેક્ષણ અને નિરીક્ષણ જેવી પ્રયુક્તિઓનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. રૂબરૂ મુલાકાત દ્વારા મળેલ માહિતી સંશોધન લેખમાં સામેલ કરવાનું પ્રયત્નો કરી લેખની પૂર્તતા કરવામાં આવેલ છે.
Key Words: | હોળી, ડાંડ, હાટ(મેળો) , ગેર નૃત્ય, ઘેરૈયા. |
ડૉ સાબતસિંહ લક્ષ્મણસિંહ પટેલ
ઈતિહાસ વિભાગ, શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજ વાઘજીપુર