સોલંકીકાલીન સ્થાપત્ય સાંસ્કૃતિક સંદભૅમાં

Abstract

ભારતીય સાંસ્કૃતિક વારસો તેના ભવ્ય ઐતિહાસિક ધરોહરથી સદાય હર્યોભર્યો રહયો છે. જેમાં ગુજરાતનો ઐતિહાસિક વારસો મહત્તવનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં વિવિધ માનવસંસ્કૃતિઓ નિખાર પામી હતી. જેમાં સાહિત્ય, કલા, સ્થાપત્યનો વારસો વિવિધ પ્રદેશોમાં સ્થાપેલ પોતાની વિવિધ કલા-સંસ્કૃતિઓનાં અવશેષો જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રત્યેક યુગે પોતાનો કોઇ ને કોઇ ફાળો અવશ્ય આપ્યો છે. એને લીધે જ સંસ્કૃતિની આ સરિતા સતત વિસ્તાર પામતી ગઈ છે.

ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ ની સાધનસામગ્રીની ઉપયોગીતા જુદા જુદા સમયે જુદી જુદી રહી છે. પ્રાચીનકાળમાં પ્રાક્-સોલંકીકાળ માટે સિક્કાઓ, શિલાલેખો અને તામ્રપત્રો આધારભૂત સાધન મનાતાં હતાં. જ્યારે સોલંકીકાળના ઇતિહાસ માટે અભિલેખો, તામ્રપત્રો અને સમકાલીન સાહિત્ય આધારભૂત મનાય છે. ગુજરાતના ઇતિહાસમાં સોલંકીઓની વિશિષ્ટ મહત્તા એટલા માટે છે કે આ યુગે સંસ્કૃતિના રાહ પર અનેક નોંધપાત્ર વિક્રમ નોંધાવ્યા હતા. સોલંકીયુગ દરમિયાન રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સમકાલીન પ્રજાઓ અને ભાવિ પેઢીઓએ ગુજરાતને સદાય માન અને આદરસહિત નિહાળ્યું છે. સોલંકીકાળમાં ગુજરાતનું સૌથી પ્રબળ અને પ્રતાપી રાજ્ય સોલંકી વંશનું હતું જેનું પાટનગર અણહિલવાડ પાટણ હતું. સોલંકીકાળ દરમિયાન ગુજરાતે રાજસત્તા ઉપરાંત ભાષા, સાહિત્ય, ધર્મસંપ્રદાયો, સ્થાપત્ય, શિલ્પ, ચિત્રકલા ઈત્યાદિ અનેક વિવિધ ક્ષેત્રોમાં વિકાસ સાધ્યો છે. જેમાં સોલંકીયુગે સ્થાપત્ય અને કલાના ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અનેક ઉત્તમ નમૂનાઓનું સર્જન આ સમયમાં થયેલું આપણને જણાય છે. જેમકે, મોઢેરાનું સૂર્યમંદિર, રુદ્રમહાલય વગેરે સ્થાપત્યમાં સોલંકીઓની પોતાની અનોખી શૈલી અને પ્રતિભા જણાય છે. સોલંકી શૈલીના મંદિરોનું ખરું સ્વરૂપ ભીમદેવ પ્રથંમના સમયથી દેખા દે છે. રાજાઓએ આ સ્થાપત્યો જળાશયો, વાવ પ્રજાના કલ્યાણ માટે બંધાવેલ  હોય તેવું જણાય છે. સોલંકી ભીમદેવ પ્રથમ ના સમયથી દેખા દે છે. ગુજરાતમાં પાટણ ,સિધ્ધપુર, ધોળકા, વિરમગામ, ખંભાત, વડનગર, જુનાગઢ, મણુંદ, ધીણોજ, સુણક, પાલીતાણા, આબુ સ્થળોમાં સોલંકીયુગની સ્મૃતિને તાજી રાખતા અવશેષો પ્રાપ્ત થયેલ છે. માટે જ ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં જ નહીં, એના સમગ્ર ઇતિહાસમાં સોલંકીકાળ સુવર્ણકાળ તરીકે નામના ધરાવે છે. સોલંકીયુગના વિકાસમાં તેના સાંસ્કૃતિક ક્ષેત્રોએ મહત્તવનો ફાળો આપ્યો છે. આથી, સોલંકીયુગની ચર્ચા કરીએ ત્યારે તેની સાંસ્કૃતિક અને મુખ્યત્વે તેના સ્થાપત્ય વિશે વાત કરવી અનિવાર્ય બને છે

FALGUNI RAMESHBHAI VANKAR

Ph.D. Research Scholar
DEPARTMENT OF HISTORY - GUJARAT UNIVERSITY
Email : falguni.vankar58@gmail.com

DOI

Downloads

Leave a Reply