Abstract
ભારતમાં મૌર્ય કાલ દરમિયાન સમ્રાટ અશોકના સમયથી બૌદ્ધ ધર્મનો પ્રચારમાં નોંધ પાત્ર ફાળો આપ્યો. ગુજરાતમાં પણ મૌર્ય યુગ દરમિયાન બૌદ્ધ ધર્મના પગરણ થયો અને ક્ષત્રપ કાલ દરમિયાન ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ખુબ મોટાપાયે ફેલાવો થયો. જેમાં સૌરાષ્ટ્ર, ભૃગુકચ્છ બૌદ્ધ ધર્મનો વ્યાપક પ્રમાણમાં વિસ્તાર થયો અને અસંખ્ય સ્થાપત્યોની રચના થઇ.તેમાં એ સમયનું આનર્ત પ્રદેશ જે ઉત્તર ગુજરાત તરીકે ઓળખાય છે તે પણ બૌદ્ધ ધમ્રના પ્રભાવ થી દુર રહી શક્યું નહિ. દેવની મોરી, વડનગર,તારંગા,મહુડી,વિહાર જેવા સ્થળો પરથી બૌદ્ધ સ્તૂપ,વિહારો,ચૈત્યો અને ગુફા મંદિરો મળી આવ્યા છે. ગુજરાતમાં અનુમૈત્રકકાલ દરમિયાન ગુજરાતમાંથી બૌદ્ધ ધર્મ ધીમે ધીમે ઓસરવા લાગ્યો. અને જૈનધર્મે ને રાજ્યાશ્રય મળવા લાગ્યો જે બૌદ્ધ ધર્મ માટે એક મોટા આઘાતરૂપ બનાવ બન્યો. ઉત્તર ગુજરાતમાં આવેલ બૌદ્ધ સ્થાપત્યએ માનવા વિકાસમાં મહત્વનો વિકાસ આપ્યો. પરંતુ લોકો અને તંત્ર ઉદાસીનતા બનાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
Key Words:
સ્તૂપ, વિહાર, સંઘારામ, અંડ,હર્મિકા,ધર્મ આજ્ઞાઓ
સેનમા કૌશિકકુમાર જગદીશકુમાર
પીએચ.ડી સ્કોલર;
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ
Email : ravatkaushik1988@gmail.com