Abstract
આધુનિક અમદાવાદ શહેર ભારતનાં માંચેસ્ટર તરીકે ઓળખાયું છે. અમદાવાદના મિલમજૂરોને યાદ કરીએ એટલે સમગ્ર મિલઉદ્યોગ નું ચલચિત્ર આગળથી પસાર થવા માંડે છે. મિલ ઉદ્યોગના વિકાસ થી નવીન વર્ગો અને નવીન સમસ્યાઓ નું સર્જન થયું. એક તરફ મિલમાલિકો અને બીજી બાજુ મજૂર વર્ગનું સર્જન થયું. માલિક અને મજૂરો વચ્ચે ના પ્રશ્નો સર્વ ઉદ્યોગોમાં પ્રવૅતતા જ રહે છે. આ પ્રશ્ન અંગે મતભેદો ઊભા થતાં પરસ્પર અથડામણ, મજૂરોની હડતાળો, માલિકોની કારખાનાઓને તાળાબંધી વગેરે થાય છે. મિલ આંદોલન આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે એક મહત્વનું જમા પાસું છે. જ્યારે જ્યારે મજૂરોનું શોષણ થાય છે ત્યારે ત્યારે મજૂરોએ પોતાના માનવીય હક્કો સન્માનજનક વેતન, આરોગ્ય વિષયક સુવિધાઓ, વીમા સંરક્ષણ વગેરે સારું લડત આપી છે. આ લડતો માં ગાંધીજી, અનસૂયાબેન સારાભાઈ, શંકરલાલ બેંકર,, આનંદશંકર ધ્રુવ, મંગળદાસ વગેરે જેવા મજૂર કાર્યકરોએ મહત્વની ભૂમિકા ભજવી છે.
આમ, અમદાવાદના મજૂર આંદોલનમાં જે આંદોલનો કે હડતાલો થઈ અને બીજા અનેક સારા તત્વોનો સર્જન થયું તેના વિશે મારા સંશોધન લેખ માં માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે.
Key Words: | મિલમજૂર, આધુનિક અમદાવાદ, ઔદ્યોગિકરણ, મજૂરોનું શોષણ |
ફાલ્ગુની રમેશભાઈ વણકર
(એમ.એ, બી.ઍડ)
પી.એચડી સ્કોલર, ઈતિહાસ વિભાગ,
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ