રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાની મૂળદાસ વૈશ્ય

ડૉ. લલિત કે વાઘેલા; એમ.એ.,એમ.એડ્,પીએચ.ડી,જીસેટ-ઇતિહાસ Email : lalitvaghela87@gmail.com

Abstract :
ગાંધીજીએ વિદેશી હકૂમતની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવવા માટે જે અહિંસક લડત ઉપાડી તેમાં પ્રજાશક્તિની સામુહિક ચેતનાનું નેતૃત્વ આપ્યું અને તેમાં સંપન્ન શ્રીમંતોએ સર્વસ્વ છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું તો અહિંસક એવા અનુસૂચિત જાતિ સમાજે પણ માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું છે. તેની પ્રતિતી અનુસુચિત જાતિના સ્વાતંત્ર્ય સૈનિકોનાં પ્રેરક ગાથામાંથી થાય છે. ગાંધીયુગનાં આંદોલનમાં દેશની સ્વતંત્રતા માટે લડનારા અનુસુચિત જાતિના સ્વાતંત્ર્ય સેનાનીઓનું ઈતિહાસમાં કોઈ જ સ્થાન નથી આ કાયમ માટે ઇતિહાસના એક વિદ્યાર્થી તરીકે ખૂંચતું હતું. અંતર મનમાં એક વેદના હતી કે જે અસ્પૃશ્ય સમાજનાં લોકો દેશની આઝાદી માટે ખાતર થઈને ખપી ગયાં તેના વિશે કશી જ જાણકારી નથી. પ્રબુદ્ધ નાગરિકોને જાણવાનો અધિકાર છે. પરિણામ સ્વરૂપ આ સંશોધન પેપરમાં ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનાર ગુજરાતનાં અનુસૂચિત જાતિના અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ પૈકી મૂળદાસ વૈશ્યનું રાષ્ટ્રની આઝાદીના વિવિધ આંદોલનો અને ગાંધીવાદી રચનાત્મક પ્રવૃત્તિઓમાં યોગદાન વિશે માહિતી પ્રસ્તુત કરી આચમન કરાવવાનો અહીં ઉપક્રમ રહ્યો છે જે અહીં સાદર પ્રસ્તુત છે.

Key words : રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ, સ્વાતંત્ર્ય સેનાની, ગાંધીવાદી રચનાત્મક પ્રવૃતિઓ

Ansh – Journal Of History

Volume 5, Issue 3, July to December 2023
ISSN (Online) : 2582 -046X,
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com