સ્વતંત્રતા પ્રાપ્તિ સમયનાં દેશી રાજ્યો

કમલેશ રામજીભાઈ કિહલા; Ph.D. Research Scholar, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
માર્ગદર્શક ડૉ. બિંદુવાસિની જોષી

Abstract :
સ્વાતંત્ર્ય માણસ માત્ર માટે અનિવાર્ય છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા સમૃદ્ધ અને ગૌરવવંતી છે. આપણા વિશાળ ભૂ-ખંડ ઉપર દેશી-વિદેશી આક્રમણો થતાં રહ્યા છે; આપણી સ્વતંત્રતા ઉપર તરાપ પડતી જ રહી છે અને આપણે વારંવાર સ્વતંત્રતા ગુમાવી છે. છતાં આધુનિક ભારતે આઝાદી માટે વિશેષ અને વિરલ પુરુષાર્થ કરવો પડ્યો છે.
લોર્ડ માઉન્ટ બેટનનાં સક્રિય પ્રયાસો અને હિન્દ સ્વાતંત્ર્ય ધારા અનુસાર 15 મી ઓગસ્ટ, 1947 ના રોજ બે નવાં રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાન નામે અસ્તિત્વમાં આવ્યાં. 15 મી ઓગસ્ટે દેશને આઝાદી મળી. દેશી રાજ્યોનો પ્રદેશ તેની ભૌગોલિક સ્થિતીનાં લીધે ભારત માટે ઘણો જ મહત્વનો હતો. કારણ કે, આઝાદી મળતાં ફક્ત બ્રિટિશ હકુમત નીચેનો પ્રદેશ જ ખરા અર્થમાં આઝાદ થયો હતો, બાકીના ભારતમાં દેશી રજવાડાઓ હતાં. ભારતમાં દેશી રાજ્યો દેશના 2,20,000 ચો. માઈલ વિસ્તારમાં પથરાયેલાં હતાં. તેની વસ્તી દેશની કુલ વસ્તીના ચોથા ભાગ જેટલી હતી.
દેશી રાજ્યોનું ખાનું શરૂ કરવાનો નિર્ણય લઈ, સરદાર પટેલને આ નવાં ખાતાનો હવાલો સોંપી બંને દેશીનાં પ્રતિનિધિની નિમણુંક કરી દેશ વિભાજનનાં નિર્ણયથી દેશી રાજાઓ બંધારણ સભામાં જોડવા લાગ્યા હતાં.
15 મી ઓગસ્ટ, 1947 સુધીમાં લગભગ બધાં દેશી રાજ્યોનું જોડાણ થઈ ગયું હતું. જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર રાજ્યોનો જ પ્રશ્ન ઉભો રહ્યો હતો. છેલ્લે ત્રણેય રાજ્યો ભારત સંઘમાં જોડાઈ ગયા હતાં. આમ, છતાં કાશ્મીર અંગેનો પ્રશ્ન આજ દિન સુધી ઉકેલી શક્યો નથી.
“जहाँ स्वतंत्रता की प्राप्ति काफी हद तक हमारे अपने त्यागो और बलिदानों के फलस्वरूप आई है वहाँ यह सांसारिक शक्तियों और घटनाओं के कारण आई। यह ब्रिटिश जाति के लोकतन्त्रीय आदर्शों और एतिहासिक परम्पराओं की पूर्ति भी है।”
-डॉक्टर राजेन्द्र प्रसाद
Keywords: દેશી રાજ્યો, સરદાર પટેલ, દેશ વિભાજન, સ્વતંત્રતા પ્રાપ્તિ

DOI

Vol. 04, Issue 04, October to December – 2022
ISSN (Online) : 2582 -046X, “Ansh – Journal Of History”
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com