આઝાદીની ચળવળમાં ઝાલાવાડના સ્વાતંત્ર્ય સેનાનીઓનું પ્રદાન

ચાવડા ચેતન રત્તાભાઇ; Ph.D. Pursuing, Hemchandracharya North Gujarat University, Patan

Abstract :

ભારતમાં અંગ્રેજી શાસન ની શરૂઆત ઇ.સ. ૧૭૫૭ ના પ્લાસીના યુદ્ધ થી થાય છે. અને ઇ.સ. ૧૮૫૭ સુધી અગ્રેજો અનેક  યુદ્ધો અને કૂટનીતિ દ્વારા સંપૂર્ણ ભારત પર પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે રાજકીય અને આર્થિક સત્તાઓ પ્રાપ્ત કરે છે. અને ભારતની સાર્વભૌમ સત્તા બને છે. ભારતમાં અંગ્રેજોએ સત્તા સ્થાપવા માટે જે દમનકારી નીતિ-રીતિઓ અપનાવી. તેના પરિણામે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો. જેની ફળશ્રુતિ સ્વરૂપ ઈ.સ.૧૮૫૭માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. પરંતુ તે પોતાના ઉદેશ્ય માં સફળ થઈ શક્યો નહીં. પણ તેને ભવિષ્યની આઝાદીની ચળવળ માટેનો માર્ગ પ્રહસ્થ કર્યો. ભારત ની આઝાદીની ચળવળ એ ભારતમાં અંગ્રેજી શાસનનો અંત લાવવાના મુખ્ય હેતુ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. આ ચળવળ ઈ.સ. ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી.

આઝાદી મેળવવાના યજ્ઞમાં ઈ.સ. ૧૯૧૭ થી ઈ.સ. ૧૯૪૭ દરમ્યાન ૩૦ વર્ષ ના સમયમાં ઝાલાવાડનું  ભૂલી ન શકાય તેવું પ્રદાન છે. મારા આ પ્રસ્તુત સંશોધન લેખમાં ગાંધીયુગની  મુખ્ય ત્રણ ચળવળ અસહયોગની લડત , સવિયન કાનૂન-ભંગ ની લડત અને હિન્દ છોડો ચળવળ માં ઝાલાવાડ ના સ્વાતંત્ર્ય સેનાની ના પ્રદાન ની માહિતી આપવાનો છે. 

Keywords:  સાર્વભૌમ સત્તા, સ્વાતંત્ર્ય સંગ્રામ, સવિયન કાનૂન-ભંગ, હિન્દ છોડો ચળવળ   

DOI

Vol. 04, Issue 04, October to December – 2022
ISSN (Online) : 2582 -046X, “Ansh – Journal Of History”
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com