ગુજરાતના મુસ્લિમ સમાજના શિક્ષણમાં પ્રદાન આપનાર અગ્રગણ્ય શિક્ષણવિદો
ગુજરાતના મુસ્લિમ સમાજના શિક્ષણમાં પ્રદાન આપનાર અગ્રગણ્ય શિક્ષણવિદો
ડૉ. બુરહાના.બી.મલેક – ઈતિહાસ, Email : burhanamalek01@gmail.com
ટૂંકસાર
સર સૈયદ અહેમદ એ જે કાર્ય અલીગઢ, ઉત્તર પ્રદેશમાં મુસ્લિમમોના શિક્ષણ માટે કર્યું તેવી રીતે ગુજરાતમાં મુસ્લિમોના શિક્ષણ માટે કાર્ય કરનાર વ્યક્તિવિશેષ વિશે માહિતી આપવાનો આ પેપરનો ઉદેશ્ય છે.અલીગઢની એંગ્લો ઓરીએન્ટલ કોલેજ પાછળ જેમ સર સૈયદ અહેમદનો ફાળો હતો તેમ અમદાવાદની અંજુમન એ ઇસ્લામ પાછળ સૈયદ અબ્દુલ કાદર બાવામિયાં સાહેબનો ફાળો હતો.તે બિન સાંપ્રદાયિકતામાં માનતા હતા.તે માનતા હતા કે બધા ધર્મોના સદ્દગૃહસ્તોના સાથ સહકારથી જ તેમના પોતાના સમાજનો વિકાસ થશે.આગળ ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીસ સાથે સંકળાયેલા વિવિધ સભ્યો કે જેમણે સુરત અને આસપાસના વિસ્તારના મુસ્લિમોના શિક્ષણ માટે કાર્ય કર્યા તેમનો ટૂંકો પરિચય આપ્યું છે જેમાં સૈયદ હમીમુદ્દીન સુરતી જમાદાર સાહેબ કે જે સુરતના સર સૈયદ અહેમદ તરીકે જાણીતા છે તેમણે મુસ્લિમોમાં કેળવણીની જરૂરિયાત જાણીને ‘ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી’ ની સ્થાપના કરી તેમના વિશે તેમજ આ સંસ્થા સાથે જોડાયેલ સૈયદ ઝહિરુદ્દીન, અઝીમુદ્દીન ફખરુદ્દીન સૈયદ ઉર્ફે ‘મુનાદી’ સાહેબ કે જેમણે પ્રજાને દેશ વિદેશના વર્તમાન પ્રવાહોથી માહિતગાર કરવા ‘મુસ્લિમ ગુજરાત’ નામે સમાચાર પત્ર ચાલુ કર્યું હતું તેમનો પરિચય આપેલ છે. ત્યારબાદ વજીર બહાઉદ્દીન (૧૮૩૫-૧૯૧૪) કે જે જુનાગઢના પ્રથમ અને એક માત્ર વજીર હતા તેમણે મુસલમાન છોકરાઓની કેળવણી માટે ઘણા પગલા લીધા. તેમણે મહાબત મદ્રેસા અને બહાઉદ્દીન કોલેજની સ્થાપનામાં અગત્યનો ફાળો આપ્યો હતો. ઉપરાંત મુંબઈ અને અમદાવાદની અંજુમન એ ઈસ્લામને તેમણે ઘણું દાન આપ્યું હતું. રસુલ મુસા સિંધી (૧૮૯૫-૧૯૯૨) કે જેમણે પંચમહાલમાં મુસ્લિમોના શિક્ષણ માટે કાર્ય કર્યું હતું. તતત્કાલીન સમાજના લોકોએ તેમને અંગ્રેજોના એજન્ટ અને યહુદીઓના રસ્તે ચાલનાર ગણી તેમનું ઘણું અપમાન કર્યું હતું છતાય તેમણે પોતાના સમાજના શિક્ષણ માટે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. આ બધા વ્યક્તિવિશેષ ના શૈક્ષણિક કાર્યની ચર્ચા કરેલ છે.
કી-વર્ડ: શિક્ષણ, શિક્ષણવિદો, મુસ્લિમ સમાજ, ગુજરાતી મુસ્લિમ પ્રજા
Ansh – Journal Of History
Volume 5, Issue 1, Jan. – March 2023
ISSN (Online) : 2582 -046X,
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com