ગુજરાત વિદ્યાસભાની સ્થાપના અને તેનો વિકાસ
ગુજરાત વિદ્યાસભાની સ્થાપના અને તેનો વિકાસ
ડો. હેતલ ગીરીશભાઈ વાઘેલા; ઈતિહાસ વિભાગ સંશોધક, Email : hetalvaghela6666@gmail.com
ABSTRACT :
ગુજરાતના સાહિત્ય તથા સંસ્કારના વિકાસને વરેલી દોઢ સદીથી વધુ જૂની સંસ્થા એટલે ગુજરાત વિદ્યાસભા. ઍલેકઝાન્ડર કિન્લૉક ફોર્બ્સે 26 ડિસેમ્બર, 1848 ના રોજ ગુજરાતી લેખક દલપતરામ સાથે મળી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એ નક્કી કરેલા કાર્યક્રમો અમલમાં આવે તે માટે વિદ્યા અને સંસ્કારની પરબ જેવી અનેક સંસ્થાઓ સ્થાપી હતી. ગુજરાતનું પહેલવહેલું ‘બરતમાન‘ સાપ્તાહિક ગુ.વ. સોસાયટીએ ઈ.સ. 1849 માં શરૂ કર્યું. ઈ.સ. 1949માં ‘નેટીવ લાઈબ્રેરી‘ ની પણ સ્થાપના કરી. સોસાયટીએ 15 મે, ઈ.સ. 1850 માં “બુદ્ધિપ્રકાશ” નામનું ચોપાનિયું પ્રગટ કર્યું. જે સામયિક રૂપે ઈ.સ. 1854માં પ્રકાશિત થયું. ફાર્બ્સની ઈચ્છાથી કવિ દલપતરામે સોસાયટીમાં સહાયક મંત્રી તરીકે નોકરી સ્વીકારીને ‘બુદ્ધિપ્રકાશ‘ નું તંત્રીપદ સંભાળ્યું. ત્યાર બાદ સ્ત્રી કેળવણી માટે કન્યા શાળાઓની સ્થાપના, લલિતકળાઓ-નાટકો જેવી પ્રવૃતીઓથી સમાજમાં ચેતના વગેરે કામો કરવામાં આવેલ તેને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.
Key words: ગુજરાત વિદ્યાસભા, સ્થાપના, વિકાસ, લલિતકળાઓ-નાટકો, લેખન કાર્ય
Ansh – Journal Of History
Volume 5, Issue 1, Jan. – March 2023
ISSN (Online) : 2582 -046X,
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com