આઝાદી આંદોલનમાં દશેરીબહેન કાનજીભાઈ ચૌધરીનું યોગદાન
આઝાદી આંદોલનમાં દશેરીબહેન કાનજીભાઈ ચૌધરીનું યોગદાન
ડૉ. વૈશાલી આર. ચાવડા; ગૂજરાત વિદ્યાપીઠ,અમદાવાદ
Abstract :
ભારતનો સ્વાધીનતાનો ઇતિહાસ એ ખૂબ જ રસપ્રદ અને રોમાંચક છે. આ સ્વાધીનતા સંગ્રામ એ બલિદાન અને કુરબાનીનો ઇતિહાસ છે, કારણ કે આ ભારત દેશને આઝાદી અપાવવા માટે અનેક એવા પાયાના કાર્યકરો દ્વારા અનેક આંદોલનો કરવામાં આવ્યા હતા અને તે આંદોલનોના ફળસ્વરૂપ ભારત દેશ એ બ્રિટિશની જંજીરો તોડીને આઝાદ થયેલ. આ આઝાદી અપાવવામાં અનેક નાના-મોટા દેશનેતાઓએ પોતાનું આગવું યોગદાન આપેલું હતું પરંતુ તેમાં દુઃખદાયક એક બાબત એ છે કે તેમાં ઘણા એવા દેશનેતાઓ નામાંકિત છે કે સૌ તેમને જાણે છે. પરંતુ અનેક એવા છૂપા પાયાના કાર્યકરો કે જેના વિશે ઘણા બધા લોકો અજાણ હોય છે. તો આવા જ ગુજરાતના એક બાહોશ કાર્યકર એવા આદિવાસી મહિલા દશેરીબહેન ચૌધરી જેણે બાળપણથી લઈ મૃત્યુ સુધી પોતાનું જીવન દેશસેવા અર્થે અર્પણ કરી નાખ્યું હતું. તેના વિશેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.
કી-વર્ડ: સ્વાતંત્ર સેનાની, આઝાદી આંદોલન, દશેરીબહેન ચૌધરીનું યોગદાન
Ansh – Journal Of History
Volume 5, Issue 1, Jan. – March 2023
ISSN (Online) : 2582 -046X,
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com