પૂજ્ય ભક્તિબા દેસાઈ : ગુજરાતના પ્રખર સમાજસેવિકા

Abstract

પૂજ્ય ભક્તિબા દેસાઈ : ગુજરાતના પ્રખર સમાજસેવિકા. ભક્તિબા ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. તેમણે તેમના વૈભવીવિલાસી જીવનને છોડી ગાંધી વિચારોને અનુસરી, સ્વઆચરણથી ગાંધીજીના રચનાત્મક કાર્ય કરી ગાંધી વિચારોને ફેલાવ્યા હતા. તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધુ. તેમણે સામાજિક ક્ષેત્રે પડદા પ્રથા, દહેજ પ્રથા, ધાર્મિક-અંધશ્રદ્ધાઓ, દારૂનું વ્યસન, ચોપાટ રમતની અતિરેકતા વગેરે જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવા પ્રયાસ કર્યા અને સામાજિક સુધારાની દિશામાં પહેલ કરી. ઉપરાંત, સમાજમાં કચડાયેલા, દબાયેલા એવા દલિતોના ઉત્થાનમાં પણ તેમણે પ્રયત્ન કર્યા હતા. સામાજિક સુધારણાની સાથોસાથ તેમણે શૈક્ષણિક ક્ષેત્રે પણ કન્યા કેળવણી માટે કન્યા વિદ્યાલયો, મહિલા વિકાસગૃહો, પુસ્તકાલય પ્રવૃતિ વગેરે શૈક્ષણિક વિકાસ દ્વારા સમાજનું નસર્જન કરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. આમ, સમાજસુધારણા ક્ષેત્રે તેમણે પુરૂષાર્થ સાધી નિરાડંબરી અને આ નારી રત્નનું ગુજરાતના સામાજિક ઉત્થાનમાં અનેરૂ પ્રદાન છે. જે વિશે મારા આ સંશોધન પેપરમાં માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Key Words:

ભક્તિબા દેસાઈ, સમાજસેવિકા, કન્યા વિદ્યાલયો, મહિલા વિકાસગૃહો, પુસ્તકાલય પ્રવૃતિ

સુનિતાબેન સિંઘાભાઈ વસાવા

પીએચ.ડી., શોધાર્થી, અનુસ્નાતક ઇતિહાસ વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર

DOI

Downloads

Leave a Reply